કોરોના લોકડાઉન અસરગ્રસ્ત લોકો ને રાજય સરકાર કેશડોલ (રોકડ સહાય) આપે. ગુજરાત જનચેતના પાર્ટી નાં રાષ્ટ્રીય સંયૉજક મનુભાઈ ચાવડા ની માંગણી. સુરત,ગુજરાત.તા.17,4,2020, કોરોના મહામારી થી બચવા સરકાર દ્વારા લગભગ બે મહિના લોકડાઉન જાહેર કરવાનોઁ નિર્ણય કરેલ છે. આવશ્યક સેવાઓ સિવાય નાનાં ધંધા રોજગાર, હીરા-એમ્રોડરી કારખાના, પાન ગલ્લા, રીક્ષા, ટેમ્પા જેવા રોજનું પેટિયું રળવા નાં ધંધા બંધ રહેવા થી રત્નકલાકારો, મજુરો વગેરે અસરગ્રસ્તો ની આજીવિકા છીનવાઈ રહી છે. કોરોના મહામારી ને સરકાર દ્વારા ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કુદરતી આફત વ્યવસ્થાપન માં લેવાનું જાહેર કરેલ છે. ત્યારે કોરોના મહામારી અંગે કરાયેલ લોકડાઉન માં આજીવિકા ગુમાવનાર અસરગ્રસ્ત લોકો નું જીવન આર્થીક રીતે ખૂબ જ દયનીય બની રહ્યુ છે. ગુજરાત સરકાર ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સંદર્ભ (2) નાં ઠરાવ ફકરા- 3 મુજબ તમામ આજીવિકા ગંભીર પ્રભાવિત લોકો નું દુઃખ હળવું કરવા માટે કેશડોલ (દૈનિક રોકડ સહાય) ફાળવી આપવા ગુજરાત જનચેતના પાર્ટી માંગણી કરે છે એમ રાષ્ટ્રીય સંયૉજક મનુભાઈ ચાવડા એ અખબારી નિવેદન માં જણાવ્યું છે. ગુજરાત ની સંવેદનશીલ સરકાર લોકો નોઁ જીવન સહારો બનવા કેટલી સંવેદના દાખવશે એ જોવું રહ્યુ.
Popular posts
એપીએસી એક્ટની જોગવાઈઓ સરકારે સસ્પેન્ડ કરતાં ખેતી આધારીત ઉદ્યોગપતિઓને ખેડૂતો પાસેથી સીધી ખરીદવા વિનંતી. ●સાગરભાઈ રબારી (પ્રમુખ: ખેડૂત એકતા મંચ) ખેડૂતો ને ન્યાય કરવા સતત પ્રયત્નશીલ રહેતા ખેડૂત એકતા મંચ ગુજરાત પ્રમુખ સાગરભાઈ રબારી એ આ સંદેશ શક્ય એટલો વધુ શેર કરી કંપનીઓ સુધી પહોંચાડવામાં મદદ કરવા વિનંતી સાથે ઉદ્યોગપતિઓ ને આગ્રહ કર્યો કે, જે ઉદ્યોગ નાં લોકો તૈયાર નાસ્તાઓનાં પેકેટોના ધંધામાં છે, દા.ત. રિયલ, ગોપાલ વગેરે અને જે લોકો એગ્રો પ્રોસેસિંગના વ્યવસાયમાં છે તેમને જાહેર વિનંતી કરીએ છીએ કે એપીએસી એક્ટની જોગવાઈઓ સરકારે સસ્પેન્ડ કરી છે ત્યારે આપ સહુ ખેડૂતો પાસેથી સીધા ઘઉં-ચણા-જીરું-રાયડો વગેરે ખરીદવાનું શરુ કરો. જે ઉદ્યોગ નાં લોકો ફળોના પલ્પ અને સોસ બનાવી વેચે છે તે ખેડૂતો પાસેથી ફળો અને ટામેટા સહિતના શાકભાજી સીધા ખેડૂત પાસેથી ખરીદવાનું શરુ કરે. આ ખરીદી ટેકાના ભાવથી નીચે ના જ કરે એવી ખાસ વિનંતી. આપનો વ્યવસાય ખેત-પેદાશો આધારિત છે, હાલ ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે આપ સહુ ખેડૂતોની મદદ કરો એવી અમારી વિનંતી છે. કોઈ મુશ્કેલી હશે તો અમે શક્ય તમામ મદદ કરીશું. પરંતુ વહેલામાં વહેલી તકે આપ ખરીદી ચાલુ કરો એ સહુના હિતમાં છે. કોરોના લોકડાઉન માં ખેત પેદાશો હેરફેર, ફાર્મ મશીનરી અને તેનું રીપેરીગ, આવશ્યક માલસામાન ઉત્પાદન તથા વાહનો માં હેરફેરમાં રાજ્ય સરકાર દ્વારા છુટ અપાઈ છે ત્યારે, જે કોઈ મિત્રો/સાથીઓને આવી કંપનીઓ સાથે સંપર્ક હોય તો એમને સક્રિય કરવામાં મદદ કરે એવી ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરતો સાગરભાઈ રબારી નો સંદેશ ખેડૂતો ને આર્થિક મજબૂતી આપશે અને ગુજરાત માં ખેતી નો નવો અધ્યાય સાબિત થશે.
• ASHOKBHAI ZINABHAI BHALIYA
ખેડુતો ની ખેતપેદાશ વેચાણ, મજુર, પશુપાલક, શ્રમજીવીઓ, બેરોજગારો, લઘુઉદ્યોગ ને આર્થિક સહયોગ કરો. ગુજરાત જનચેતના પાર્ટી ની ગુજરાત સરકાર ને કરાઈ રજુઆત. તા.8 એપ્રિલ, ગાંધીનગર. કોરોના મહામારી સામે લડવા દેશ માં લોકડાઉન કરવાથી ગુજરાત રાજ્ય નાં જનહીત માટે ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા મુખ્યમંત્રીશ્રી ને પત્ર પાઠવી ખેડુતો ની ખેતપેદાશ વેચાણ વ્યવસ્થા કરવા, મજુર, પશુપાલક, શ્રમજીવીઓ, બેરોજગારો લઘુઉદ્યોગ ને આર્થિક સહયોગ કરવા તથા ઉચ્છ અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે યોગ્ય નિર્ણય કરવા ની રજુઆત કરવામા આવી છે. 1) ખેડૂતો ને પોતાની ખેત પેદાશો વેચવા માટે મહાનગરો તથા મોટા શહેરો માં વોર્ડ વાઈઝ ત્રણ થી ચાર હાલ ખાલી પડેલ જગ્યા પર ખેડૂત હાટ બનાવી પોલીસ રક્ષણ સાથે વ્યવસથા કરો. 2) મહાનગરો તથા મોટા શહેરો માં ફાળવેલ ખેડુત હાટ સ્થળ સુધી ખેત પેદાશ પહોંચાડવા હેર ફેર કરવા ગામના તલાટી મંત્રી ની મંજુરી દાખલા કાઢી આપો. 3) રેશનકાર્ડ ધારક એવા 56 લાખ પરીવારો ને વિના મુલ્યે ફાળવેલ અનાજ રાશન માં હલકી ગુણવત્તા ના જથ્થા માં સુધારા સાથે રેશનકાર્ડ હોશ છતાં પૂરવઠો ન મળેલ તેમજ રેશનકાર્ડ વિહોણા જરૂરીયાત મંદ પરીવારો ને ઝડપથી મફત રાશન ફાળવો. 4) કીસાન યોજના મુજબ ખેડુતો ના બેંક ખાતા મા જમા થયેલ નાણાં મુજબ શ્રમજીવી કુંભાર, વાળંદ, બાબર, મોચી, દરજી, લુહાર, સુથાર, માલધારી, ખેતમજુરો, રત્નકલાકારો તથા રિક્ષા વાહન મજુરો ને કેશડોલ થી નાંણા ફાળવો. 5) રાજ્ય નાં બેરોજગાર યુવાનો ને સ્પે. પેકેઝ જાહેર કરી તત્કાળ રોજગારી ભથ્થુ ફાળવો. 6) માધ્યમિક, ઉ. માધ્યમિક તથા સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓ લોકડાઉન ના કારણે પોતાના અભ્યાસ વર્ષ અંગે ચિંતિત છે, પ્રાથમિક ના વિદ્યાર્થિઓ ની જેમ આવા વિદ્યાર્થિઓ ને ભવિષ્ય ની ચિંતા અંગે નિર્ણય જાહેર કરો. 7) રાજ્ય નાં લઘુઉદ્યોગ ધંધાર્થીઓ માટે વિશેષ રક્ષણાત્મક પેકેઝ ફાળવો. સાત મુદ્દા રજૂઆત માં દેશ અને રાજ્ય નાં જરૂરીયાત મંદ લોકો ની ગુજરાત જનચેતના પાર્ટી ને ધ્યાને આવેલ સમસ્યા ને નિવારવા મુખ્યમંત્રીશ્રી અંગત રસ દાખવે અને જનહીત ની માંગણીઓ સંતોષશે એવી રાષ્ટ્રીય અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા ની રજૂઆત સફળ થશે તો રાજ્ય ની ગરીબ જનતાને ખૂબ સહયોગ મળશે.
• ASHOKBHAI ZINABHAI BHALIYA
કોરોના લોકડાઉન થી પાયમાલ લોકો ને ૧૦૦૦ રૂ. દંડ લુંટ સામે ગુજરાત જનચેતના પાર્ટી જેસર દ્વારા માસ વિતરણ કરી અનોખો વિરોધ કરાયો તા. 12, ઓગસ્ટ, જેસર જાન્યુઆરી મહિનામાં આવેલી કોરોના મહામારી ની જાહેરાત છતાં 24 મી ફેબ્રુઆરી સુધી નમસ્તે ટ્રમ્પ કરી ને દેશ ને મહા મુશ્કેલ સ્થિતિમાં મુકાવા થી લઈને 75 દિવસ અસહ્ય લોકડાઉન કરીને પણ કોરોના સંક્રમણ ને નાથવામાં નિષ્ફળ તંત્ર અને સરકાર નાં પાપે આજે દેશમાં 23લાખ થી વધું કેસ થયાં છે અને 43 હજાર થી વધું મૃત્યુ થયા છે. લોકો ધંધા રોજગાર ઠપ થતાં આર્થિક રીતે પાયમાલ બન્યા છે. ખિચા ખાલી, ધંધા રોજગાર બંધ ની હાલત માં અનેક પરીવાર નું જીવન દોહ્યલું બની ગયું છે. પરીવાર નાં ભરણપોષણ માટે મથતો ભાનભુલેલ જનતા ક્યારેક માસ પહેરવાનું ભૂલે એ સ્વાભાવિક છે. તો માસ ન પહેરવા નો સરકારે પ્રથમ 200 રૂ. બાદ માં 500 રૂ. દંડ ઓછો હતો તો હવે દંડ લુંટ યોજના માં વધારો કરી એ 1000 રૂ. કરાયો છે. જેનો સમગ્ર રાજ્યમાં વિરોધ ઉઠી રહ્યો છે. જેસર શહેર માં દંડલુંટ યોજના નાં કડક અમલીકરણ થી પોલીસ અને જનતા વચ્ચે સંઘર્ષ ની અનેક ઘટનાઓ બની છે. તે સંજોગોમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા દંડ લુંટ નો હકારાત્મક વિરોધ કર્યો હતો. વિશેષ લખાણ સાથે નાં માસ વિતરણ કરી જનતા ને જાગૃત કરવા અને સરકાર દંડ લુંટ બંધ કરી જનતા સાથે ક્રુર નાં બને તેવો સંદેશ આપતાં કાર્યક્રમ માં રાષ્ટ્રીય સંયોજક મનુભાઇ ચાવડા, શહેર પ્રમુખ વિપુલભાઈ ગોંડલિયા, કાર્યાલય મંત્રી ગોરધનભાઈ ડાભી ની હાજરી માં યોજાયો હતો જેમાં અનેક લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કોરોના મહામારી અને અસહ્ય દંડ વચ્ચે જજુમતી જનતા પ્રત્યે સરકાર સંવેદના દાખવે અને દંડ લુંટ યોજના બંધ કરે છે કે લોકો નાં દાઝ્યા પર ડામ દેવાનું ચાલુ રાખે છે એ જોવું રહ્યું.
• ASHOKBHAI ZINABHAI BHALIYA
સુરતનાં રત્નકલાકારો, મજુર વર્ગના સહિતના લોકોનું મેડિકલ ચેકઅપ કરી વતન પરત મોકલવા વ્યવસ્થા કરવા માંગ - ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક મનુભાઈ ચાવડા દ્વારા રાષ્ટ્રપતિ ને રજૂઆત તા.૨૪ સુરત, હાલ કોરોના વાઈરસ નાં તથા લોક ડાઉન નાં કારણે ધંધા રોજગાર બંધ છે ત્યારે સુરત ખાતે ધંધા રોજગાર માટે આવેલા લોકનું મેડિકલ ચેકઅપ કરાવી વતન પરત મોકલવા માટે ગુજરાત જન ચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક મનુભાઈ ચાવડા દ્વારા રાષ્ટ્રપતિ ને પત્ર લખતા જણાવ્યું હતું કે કોરોના મહામારી સંદર્ભે દેશના વડાપ્રધાન દ્વારા માત્ર ત્રણ કલાકનો સમય આપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવતા અનેક રત્નકલાકારો એમ્બ્રોડરી ના મજુરો , નાના ધંધાર્થી ભાઈઓ બહેનો ને ખુબજ હાંલાકીનો સામનો કરવાનો આવ્યો છે અનેક લોકો જીવના જોખમે નાના - નાના બાળકો ને લઈને ચાલતા ૭oo થી ૮૦૦ કી.મી વતનમાં જવા મજબુર બન્યા એ સર્વ વિદિત છે વડાપ્રધાનશ્રી ની હાંકલને માન આપી લાખો મજુરો માત્ર ૨૧ દિવસનું લોકડાઉન સહી લેવાની તૈયારી સાથે સુરતમાં રહી ગયા અને અર્નેક સમસ્યા વચ્ચે પણ પ્રથમ તબક્ક પુરો કર્યા બાદ વડાપ્રધાનશ્રી એ બીજા ૧૯ દિવસનું લોકડાઉન ની જાહેરાત કરતા ધીરજ ગુમાવી ચુકેલા મજુરો રોડ-રસ્તા પર આવી ઘરે જવા ની માંગણી કરતા જણાવ્યા હતા . પોતાના વતનથી પેટીયું રળવા આવેલા મજૂરોને સરકારના રાશન કે આર્થીક સહયોગનો કોઇ લાભ મળતો નથી . કારણ સરકાર દ્વારા લાભ અપાઈ છે તે રાશનકાર્ડ ધારકોને આપાય છે , આ મજુર વર્ગના લોકોને રાશનકાર્ડ પણ હોતા નથી , તેથી મહા મુશ્કેલીમાં સામાજીક સંસ્થાઓના સહયોગ થી પેટ ભરવા મજબુર બની ગયેલા લોકો હવે ધંધા રોજગાર ખુલવાની કોઈ આશા ના હોય, વતન તરફ મીટ માંડીને બેઠા છે. ગુજરાત સરકારે હરીદ્વારમાં ફસાયેલા, ફરવા ગયેલા ઓ માટે વાહનની વ્યવસ્થા કરાવી છે, બીહારના મુખ્યમત્રીએ ભાજપના ધારાસભ્યના દિકરાને કોટાથી લાવવાની વ્યવસ્થા કરાઈ છે , કેન્દ્ર સરકારે વિદેશી ભારતઓને લાવવા માટે ફ્લાઈટ મોકલી હતી. જો રહીશ લોક માટે સરકાર વ્યવસ્થા કરી શકે તો ગરીબ મજુરો માટે કેમ નહીં . માટે ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર ની વાત કરતી હોય , આપ સાહેબ સરકારશ્રીને આદેશ કરો કે તાત્કાલીક ધોરણે બસો મુકવી ગરીબ મજુરો - રત્નકલાકારોને વતનમાં પહોંચતા કરવા બાબત રાજય સરકાર સંવેદના દાખવે . મહામહીમ રાષ્ટ્રપતિ સાહેબ સુરત મીની ભારત છે અહીં વિવિધ રાજયના તથા ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લાખો મજુરો રોજગાર માટે આવેલા હોય , લોડાઉનની સ્થિતિમાં હીરાના કારખાના કે કાપડના ધંધા રોજગાર શરૂ થવાની અનિચ્છિતતા વચ્ચે તમામ કારીગર વર્ગ જે વતનમાં જવા માંગતા હોય તેમને ચેક (સ્ક્રીનીંગ) કરી બસમાં બેસાડી વતનમાં જવા માટે બસ મુકવાની વ્યવસ્થા કરી આપવા અમારી મંગણી છે . જ્યારે , દિલ્હી સરકાર બસની વ્યવસ્થા કરી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં માટે કોરોનાથી મૃત્યુ થાય એ પહેલા માનસીક હતાશ કારીગર વર્ગના લોકો આત્મહત્યા અને ભુખથી મૃત્યુ પામે તેમને બચાવી લેવા અમારી રજુઆત ધ્યાને લેશો.
• ASHOKBHAI ZINABHAI BHALIYA
ભારત સરકાર કોરોના ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા પોરબંદર કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી ગુજરાત જનચેતના પાર્ટી એ કરી માંગ તા.23, જુલાઈ, પોરબંદર. આજ રોજ ગુજરાત જનચેતના પાર્ટી પોરબંદર દ્વારા લોકડાઉન ના કાયદા મુજબ સોશિયલ ડિસ્ટન્ટ જાળવી, પોરબંદર કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી કોરોના (Covid-19) ની સારવાર ને ભારત સરકાર માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજના માં સમાવેશ કરી નિ:શુલ્ક કરવાની ગુજરાત જનચેતના પાર્ટી નાં હોદ્દેદારો કાર્યકરો મા જી.જે.પી જીલ્લા પ્રેસિડન્ટ એડવોકેટ મહેશભાઇ નાંઢા તથા જનચેતના આઈટી કાઉન્સિલ જીલ્લા પ્રમુખ સવદાસભાઇ બાલસ તથા મહામંત્રી પરેશભાઈ ઉમરાણીયા તથા ઉપપ્રમુખ વિનુભાઈ ભુંડિયા તથા શહેર મંત્રી દલસુખભાઈ એ માંગ કરી છે. કોરોના મહામારી એ માજા મુકી છે. અમીર ગરીબ સૌ કોઈ આજે સંક્રમિત થઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલો માં સારવાર માટે જગ્યા નથી. લોકો ભય નાં ઓથાર નીચે જીવી રહ્યા છે. ભારત માં કોરોના મહામારી નો ફેલાવો રોકવા લોકડાઉન કરવામાં આવ્યું જે સદંતર નિષ્ફળ ગયું છે. લોકડાઉન થી ધંધા રોજગાર બંધ રહેતા લોકો આર્થિક રીતે પાયમાલ બન્યા છે. કોરોના મહામારી માં આજે પણ ધંધા ઉદ્યોગ બંધ જેવી સ્થિતિ માં જ છે. લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે. આર્થિક પાયમાલી અને કોરોના મહામારી નાં વધતું સંક્રમણ વચ્ચે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા મજબુરી નો ભય લોકો ને બતાવી રહ્યો છે. કોરોના ની મોંઘી સારવાર લેવા નો ભય દૂર કરવાનાં નિર્ણય લેવા માટે ભારત સરકાર આગળ આવે એ સમયની માંગ છે. સરકાર (Covid-19) ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા ગુજરાત જનચેતના પાર્ટી માંગણી છે. જનહિત માટે ની માંગ સ્વીકારાઈ એ અતી આવશ્યક છે. લોકો ની તકલીફો સમજી તાત્કાલિક કોરોના ની સારવાર માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા અંગે કેટલો ઝડપથી નિર્ણય લેવામાં આવશે અને લોકો ને ક્યારે રાહત મળશે એ જોવું રહ્યું.
• ASHOKBHAI ZINABHAI BHALIYA
Publisher Information
Contact
mychetnatimes@gmail.com
8849088172
138, RAVI PARK SOCIETY, VARACHHA ROAD, DIST-SURAT, GUJARAT 395001
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn